વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તા પાસે પાર્ક મર્સિડીઝ કારને રોડ રોલરના ચાલકે અડફેટમાં લેતા દોડધામ મચી હતી. જોકે કારમાં કોઇ હાજર ન હોવાથી કોઇને ઇજા પહોંચી ન હતી. બીજા કેસમાં જીઆઇડીસી વિસ્તારમાં એક ટેમ્પોએ કારને ટક્કર મારતા નુકસાન હોવાથી ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.