ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ, અંકલેશ્વર અને દહેજ, ઝઘડિયા, જંબુસર સહિત 6 ઔદ્યોગિક વસાહતમાં કોમ્બિંગ હાથ ધરી 859 જેટલા અલગ અલગ કેસ કરવામાં આવ્યાં છે.કોમ્બિંગ દરમિયાન 8 વસાહત, 3 વ્હીકલ પાર્કિંગ, 29 અવાવરું જંગ્યા અને 218 વાહન ચેક કર્યા હતા.ભરૂચ જિલ્લા પોલીસ, એલ.સી.બી, એસ.ઓ.જી. પીઆઇ સહીત 24 જેટલા અધિકારીઓ અને 22 પી.એસ.આઈ તેમજ 225 પોલીસ કર્મીઓએ લેબર કોલોની, ગોડાઉન, વેર હાઉસ અને બંધ કંપની સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું.