મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકો યોજી હતી. જેમાં RIL_ના ચેરમેન મુકેશ અંબાણી, ITCCorpCom ના ચેરમેન સંજીવ પુરી ,BankofAmerica ના પ્રેસિડન્ટ કાકુ ન,AdityaBirlaGrpના ગ્રુપ પ્રેસિડન્ટ સુનિલ બજાજ ,ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના ગૃપ પ્રેસિડન્ટ રાકેશ સ્વામી, કેમસ્ટ્રોલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન ડૉ. કે. નંદકુમાર ,KotakBankLtdના સીઈઓ દિપક ગુપ્તા ,ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન એન. ચંદ્રશેખરન L&T કંપનીના ચેરમેન એસ. ઈન. સુબ્રમણ્યન સહિતના અગ્રણીઓ સાથે વિવિધ મુદ્દે સમીક્ષા કરી હતી.