ગુજરાતમાં આગામી સમયમાં આયોજિત થનાર 69મા ફિલ્મફેર એવોર્ડ્સની પૂર્વ તૈયારીઓ માટે મુંબઇ ખાતે આયોજિત પ્રિ-ઇવેન્ટમાં ફિલ્મ જગત સાથે સંકળાયેલા ફિલ્મ નિર્માતાઓ, કલાકસબીઓ અને અગ્રણીઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે ફિલ્મ જગતની હસ્તીઓને ગુજરાતની સિનેમેટિક ટુરિઝમ પોલિસીનો લાભ લેવા અને ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ ઇવેન્ટ્સના માધ્યમથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થશે તેમ જાણવા મળે છે