કાંકરેજના શિહોરીના કંબોઇ પાસેની બનાસ નદીમાં પાટણ-ભીલડી રેલવે લાઈન પસાર થાય છે. ત્યારે આ બ્રીજની કામગીરી એજન્સી દ્વારા હલકી ગુણવત્તાની કરવાથી પિલ્લરોમાં માટી અને સળિયા દેખાતા તમામ પોલ ખુલી ગઇ હતી. આ બ્રિજ પર મોટા પ્રમાણમાં માલવાહક અને પેસેન્જર ટ્રેનો દોડતી હોઇ મોટું નુકસાન થતાં બચી ગયું હતું. હવે તંત્ર દ્વારા કંબોઇ-ઉંબરી વચ્ચેનો બનાસ નદી પરનો રેલવે બ્રિજ રીપેર કરવાની કામગીરી શરૂ કરાઇ છે.