ભારત પાકિસ્તાનની મેચને લઇને ટિકિટોની કાળાબજારી થતી હોવાથી તેનો ફાયદો ઉઠાવવા માટે અનેક ગેંગ દ્વારા બનાવટી ટિકિટો ખુબ મોટા પ્રમાણમાં વેચાણ કરી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસને મળી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ભારત પાકિસ્તાનની મેચની 40 હજારથી વધારે ટિકિટો ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી છે. મેચના દિવસે સ્ટેડિયમમાં ટિકિટોના મામલે મોટાપાયે તકરાર થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.