રાજ્યમાં નગરપાલિકા હદના શહેરી વિસ્તારોમાં 80-20ની લોકભાગીદારી સ્કીમમાં છેલ્લા દશ વર્ષમાં મહેસાણા શહેરમાં રૂ.45 કરોડના ખર્ચે 721 સોસાયટીઓમાં સીસી રોડ અને બ્લોકની સુવિધા કરાઇ છે. રાજ્યમાં આ સ્કીમમાં કામગીરીમાં મહેસાણા નગરપાલિકા પ્રથમ નંબરે રહી છે. બીજા નંબરે ભુજ નગરપાલિકા આવી છે.