પાટણ શહેરમાં રખડતા ઢોરોનાં ત્રાસને નાથવા માટે પાટણ પાલિકાની ઢોર ડબ્બા પાર્ટી દ્વારા પકડેલા ઢોરોને છોડાવવા આવેલા ઢોર માલિકોએ આ ઢોર પોતાનાં હોવાની અરજી તથા પુરાવા આપીને કાયદેસર કાર્યવાહી થયા બાદ છોડાવી ગયા હતા. ત્યારે આ ઢોર તેમનાં હોવાનાં પુરાવા મળતાં પાટણ નગરપાલિકાનાં ચીફ ઓફીસરે ઢોર માલિકો સામે ત્રણ અલગ અલગ ફરિયાદો બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવી હતી.પાટણમાંથી પકડાયેલા રખડતા ઢોર પૈકી 9 ઢોર છોડાવવા આવેલા માલિકો સામે ફરિયાદો નોંધાઈ છે.