સમલૈંગિક કપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો છે. CJIએ કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બંધારણીય બેંચ પોતાનો અલગ-અલગ ચુકાદો આપ્યો છે. સેમ સેક્સ મેરેજ પર ચુકાદો આપતા ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે સુપ્રીમ કોર્ટ વિશેષ લગ્ન અધિનિયમોની જોગવાઈઓને રદ્દ ન કરી શકે. સુપ્રીમ કોર્ટે બાકી સિવિલ અધિકાર માટે જવાબદારી કેન્દ્ર સરકાર ઉપર નાખી છે. સાથે સમલૈંગિક કપલ બાળક દત્તક ના લઇ શકે તેમ પણ CJIએ જણાવ્યું છે