રાજ્યના તમામ પોલીસ વડાને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંધવીએ મહત્વની સૂચના આપી છે. તેમેણે કહ્યું છે કે, ખાણી પીણીના લારી ગલ્લા અને નાની દુકાનો બંધ નહીં કરાવવા સૂચનાઓ પોલીસના અધિકારીઓને કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના ગરબા સમાપ્ત થયા બાદ મોડી રાત્રે નાસ્તો અને પાણી સરળતાથી મળી રહે એ માટે ખાણી પીણીની લારી ચાલુ રહે એ માટે સૂચના કરવામાં આવી છે. તો વળી દિવાળી સુધી નાના ધંધાર્થીઓને તહેવારોનો સમય હોઈ તેમને પરેશાન નહીં કરવા માટે સૂચના અપાઈ છે.