ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવતા નિવૃત આઈએએસ અધિકારી એ.જે. શાહે અચાનક જ રાજીનામું આપી દીધુ છે. શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે સતત પાંચ વખત એક્સટેન્શન મળ્યા બાદ તેમણે ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક શરુ થયા છે