ગુજરાતમાં નવરાત્રીના તહેવારોમાં લોકોને હેરાન નહીં કરવા પોલીસને સરકારે સૂચના આપી છે. રાજ્ય ગૃહમંત્રીએ કહ્યું છે કે સમયની પાબંધી વિના લોકોને છૂટથી ગરબા રમવા દેવા તેમજ ફુડકોર્ટ પણ ચાલુ રાખવી. આ મુદ્દે હવે હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા મુદ્દે સ્પષ્ટ સૂચના આપી દીધી છે.કોઈપણ નાગરીક ફરિયાદ કરશે તો પોલીસે પણ કાર્યવાહી કરવી પડશે. પોલીસને અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી છે.