આખા ગુજરાતમાં મસાજના નામે સ્પાનો રાફડો ફાટી નીકળ્યો છે અને તેમાં ચાલતા ગોરખધંધાથી સૌ કોઇ વાકેફ છે. અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ધમધમતાં 18 જેટલા સ્પામાં પોલીસે આકસ્મિક તપાસ હાથ ધરી હતી જેમાં પાંચમાં કુટણખાનું ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે જયારે અન્યમાં સીસીટીવી સહિતના નિયમોનો ભંગ થતો હોવાનું જણાતાં તમામ સંચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.