બનાસકાંઠાના થરાદથી રૂપિયા 10 હજારની લાંચ લેતાં ઝડપાયેલા સમાજ કલ્યાણ અધિકારી અમિતકુમાર નરેન્દ્રકુમાર પટેલ પાસે તેની કાયદેસરની આવક કરતાં 40.45 ટકા અપ્રમાણસર મિલ્કત વસાવી હોવાનું સામે આવ્યું છે. જેની સામે બનાસકાંઠા એસીબી અધિકારીએ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.