તાજેતરમાં અમદાવાદમાં સ્પા ગર્લને જાહેરમાં માર મારવા અંગે પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં ફૂટી નીકળેલા સ્પામાં પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસને સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ સામે કાયદાકીય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.પોલીસને મળેલી સૂચના બાદ આજે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ચાલી રહેલા સ્પા પર દરોડા પાડવામાં આવ્યાં છે