વ્યારા નગર પાલિકામાં વિવિધ સમિતિઓની રચના માટે મળેલી સામાન્ય સભામાં સમિતીઓની વહેચણી બાદ કહી ખુશી કહી ગમ જેવો માહોલ બન્યો હતો. જેમાં બે મહિલા નગર સેવિકાઓને સમિતિના ચેરમેન બનાવ્યા બાદ પસંદગીની સમિતિનું ખાતું નહી મળતા નારાજ થઇ હતી. અને બંને મહિલા સભ્યોએ સમિતિના ચેરમેન પદ સંભાળવા પહેલા જ રાજીનામુ ધરી દીધુ હતું.