વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી હાઇવે ઓવરબ્રિજ ઉપર એક ખાનગી બસનું ટાયર ફાટતા બસના ટાયરમાં આગ લાગી હતી. જે બસના ચાલક અને ક્લીનરની સમય સુચકતાને લઈને બસને બ્રિજ ઉપર અટકાવી તમામ યાત્રીઓને સુરક્ષિત કરી બસમાંથી ઉતારી લીધા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી.