ખંભાત નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઇ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 50 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો તેમજ 3000 રૂપિયા દંડ લગાવવામાં આવ્યો હતો. પાલિકા કર્મચારીઓની અલગ અલગ ટુકડીઓ પાડીને શહેરના વિવિદ્ય વિસ્તારમાં ચીફ ઓફીસરની અધ્યક્ષતામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.