શિક્ષણનગરી વિદ્યાનગરમાં છેલ્લાં છ મહિનાથી સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા મૂળ મુંબઈના અને હાલમાં પાલિકાનગરમાં રહેતા દંપતીને વિદ્યાનગર પોલીસે ઝડપ્યા હતા.પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલતા સ્પા સેન્ટરોની તપાસ કરાઈ હતી. વિદ્યાનગર મોટા બજાર સ્થિત દિવાળીબા કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલું વેલકમ સ્પામાં પણ અનૈતિક પ્રવૃતિ ચાલી રહી હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળતા દરોડો પાડ્યો હતો.