વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાઝિયાબાદના લોકોને મોટી ભેટ આપી છે. તેઓએ આજે દેશની પ્રથમ સેમી-હાઈસ્પીડ રેપિડએક્સ ટ્રેનના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું . પ્રથમ તબક્કામાં આ ટ્રેન સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના 17 કિલોમીટર લાંબા ટ્રેક પર દોડશે. આ ટ્રેનોને ‘નમો ભારત’ તરીકે ઓળખવામાં આવશે.