ભારતના પેરા એથ્લેટ સુમિત એન્ટિલે આજ રોજ ઈતિહાસ રચ્યો હતો કારણ કે તેણે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે 73.29 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો સાથે જ પુષ્પેન્દ્ર સિંહે 62.06 મીટરના જોરદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.