રાજપીપળામાં વસતો કાછીયા સમાજ છેલ્લા 40 વર્ષથી દશેરાના દિવસે નહિ પણ અગિયારસના દિવસે રાવણનું દહન કરવાની પરંપરા નિભાવતો હોય છે. દશેરાના દિવસે કાછીયાવાડ સમાજના સંસ્કાર યુવક મંડળ દ્વારા 15 ફુટ ઉંચો મહાકાય રાવણ બનાવવામાં આવે છે. આજે રાજપીપળા શહેરમાં રાવણની અંતિમ યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવશે.