પાવાગઢ મંદિર 28 ઓકટોબરને પુનમના દિવસે બપોર બાદ બંધ રાખવા નક્કી કરાયું છે. ગ્રહણ હોવાથી બપોરે 2:30 વાગ્યા પછી મંદિર બંધ રહેશે અને આ ગ્રહણ સંપન્ન થયા બાદ નિયત વિધિ વિધાનો કર્યા બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. એટલે કે 29 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે મંદિરના દ્વાર ખુલશે. પરિણામે સવારે 8:30 બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે. તેવું સત્તાવાર રીતે સામે આવ્યું છે. આથી શરદપૂનમના દિવસે પાવાગઢ જનારા ભક્તોએ આ નિર્ણયને ધ્યાનમાં રાખીને દર્શને જવા આયોજન કરવા અનુરોધ કરાયો છે