શહેરમાં રખડતા ઢોરના નિયંત્રણ માટે સભામાં પોલિસીને મંજૂરી મળ્યા બાદ તંત્રે કાર્યવાહી શરૂ કરી છે. પાલિકાની ટીમે છેલ્લા 2 દિવસમાં શહેરમાં 17 જગ્યાએ જાહેરમાં ઘાસના વેચાણ સામે કાર્યવાહી કરી 3000 કિલો ઘાસ જપ્ત કર્યું હતું. જ્યારે ગેરકાયદે ઉભા કરાયેલા 12 ઢોરવાડાને નોટીસ આપી હતી. ઢોર પાર્ટીની વિવિધ ટીમોએ શહેરમાંથી 51 ઢોરને ઝડપી ઢોરવાડામાં મોકલી આપ્યા હતા.