ઉપરવાસમાંથી વણાકબોરી ડેમમાં પાણી છોડાતા ગળતેશ્વર બ્રિજ નું ધોવાણ થયું હતું. જેના મરામત માટે હાલ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ એક મહિનાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં કોઇ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. મહીસાગરના પૂરથી બ્રિજને નુકસાન થતાં બંધ કરાયો હતો.