આરબીઆઇના નિર્દેશ અનુસાર રિકવરી એજન્ટો સવારે 8 પહેલા તથા સાંજે 7 વાગ્યા પછી ગ્રાહકને કૉલ કરી નહીં શકે. ક્રેડિટ કંપનીઓ સિબિલ રિપોર્ટ 30 દિવસ સુધીમાં નહીં સુધારે તો રોજનો રૂપિયા 100 દંડ ફરિયાદીને જ મળશે. ટર્મ ડિપોઝિટ ગમે ત્યારે ઉપાડવાની રકમ 15 લાખથી વધારીને 1 કરોડ કરાઈ છે. રિકવરી માટે એજન્ટો દ્વારા મોબાઇલ ફોન કે સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહક સાથે ગેરવર્તન કરી નહીં શકે એટલું જ નહીં વારંવાર કૉલ્સ કરીને પજવણી નહીં કરી શકે. એજન્ટોએ લોન ગ્રાહકોની પ્રાઇવસીની જાળવણી કરવાની રહેશે .