જીએસટીએ મીઠાખળીમાં આવેલા કાર એસેસરીઝ બજારમાં ગુરુવારે દરોડા તેમજ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. મોટી રકમની ટેક્સ ચોરીની આશંકાએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય કેટલાક શહેરોમાં પણ કાર એસેસરીના વેપારીઓ પર લગભગ 60 જગ્યાએ દરોડા પાડ્યા. દરોડા પડતાં જ વેપારીઓએ એસેસરીઝ ફિટિંગનું કામ અટકાવી દીધું હતું.