અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેનનું કામ પણ બુલેટની સ્પીડે ચાલી રહ્યું છે. 508 કિલોમીટરના રૂટ ઉપર 12 સ્ટેશન હશે. જેમાં ગુજરાત 8 સ્ટેશન હશે. જેમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. તો મહારાષ્ટ્રમાં 4 સ્ટેશન હશે. જેમાં મુંબઈ (BKC), થાણે, વિરાર અને બોઈસરને સ્ટોપેજદ આપવામાં આવ્યું છે. વાપીથી સાબરમતી સુધીના 8 એચએસઆર સ્ટેશન પર નિર્માણ કાર્ય વિવિધ તબક્કામાં છે. સુરત , આણંદ , અમદાવાદ, વાપી ખાતે રેલ લેવલ સ્લેબ તથા કોન્કોર્સ લેવલ સ્લેબની કામગીરી પૂર્ણ થઇ છે. જયારે બીલીમોરા, ભરૂચ ,સાબરમતી ,વડોદરા ખાતે કામગીરી પ્રગતિ હેઠળ છે