કેવડિયા કોલોની એકતાનગરના રાજીવ વન SRP કેમ્પ બ્લોક બી-5 રૂમ 106માં રહેતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સીઆઇએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય માલતી પી. અવ્હાડ પોતાનું સ્કૂટર લઈને રાત્રીના સમયે નર્મદા મુખ્ય કેનાલ બાજુ ફરવા ગયા હતા. અને તેમની સાથે તેમના બે બાળકો હતાં. ભુમલીયા ગામ નજીક એક કારના ચાલકે પૂર ઝડપે આવી અને તેમને ફંગોળી દેતા માલતીબેનને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે બે બાળકોને ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવાયા હતા.