ન્યાય સર્વના માટે આ સુત્રને સાર્થક બનાવવા ના હેતુસર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી, તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, નામદાર ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના નિર્દેશન હેઠળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણ તથા તેના તાબાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ ઘ્વારા પાટણ જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટોમાં આગામી તા. 09/12/2023ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.