પાલનપુરના આરટીઓ સર્કલ નજીક નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસના પ્રાથમિક અહેવાલના આધારે બ્રિજ બનાવનાર એજન્સીને બ્લેક લીસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. સાથે કામ સંબંધિત જવાબદાર મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરને સસ્પેન્ડ કરાયા છે. આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા બે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.