બોરસદ શહેરના રબારી ચકલા પાસે આવેલા ખાટકીવાડમાં લાંબા સમયથી ગૌવંશ કતલ કરીને વડોદરા અને આણંદ મોકલવાનું નેટવર્ક ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે બોરસદ પોલીસે દરોડો પાડીને આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સર્વેલન્સ સ્કવોડે દરોડો પાડી બે આરોપીઓને ઝડપી પાડી મોટી માત્રામાં હથિયાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, હજુ ચાર આરોપીઓ વોન્ટેડ છે.