બાંધકામ સમયે ધુળ,રજકણ ના ઉડે અને પર્યાવરણને નુકસાન થતુ અટકે એ માટે ગ્રીનનેટ, સેફટીનેટ અને બેરીકેટીંગ વગેરેને ફરજિયાત બનાવવામા આવ્યુ છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમા આવેલા વિવિધ વોર્ડ વિસ્તારમાં નિયમોનુ પાલન નહી કરવા બદલ ૮૫ બાંધકામ સાઈટને નોટિસ આપી કુલ 55 સાઈટના ડેવલપર્સ-બિલ્ડર પાસેથી દંડ વસુલવામા આવ્યો છે .આ બાંધકામ સાઈટના ડેવલપરોને ગ્રીનનેટ સહિતની જરુરી બાબતોનો તાકીદે અમલ કરવા કહેવામા આવ્યુ છે