વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નાની તંબાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં એક કાપડની દુકાન શરૂ કરવા માટે વેપારીએ બેંકમાં લોનની અરજી કરી હતી. પંચાયતનું જરૂરી સર્ટી માટે દુકાનદારે અરજી કરી હતી. જે અરજી પંચાયતના સરપંચના હાથ લાગતા વેપારી પાસે સરપંચે દુકાન શરૂ કરવાની મંજૂરીનું અને લોન માટે અભિપ્રાયનું સર્ટી આપવા માટે રૂ. 5 હજારની લાંચની માંગણી કરી હતી. વેપારી લાંચ આપવા માંગતો ન હોવાથી ACBમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે લાંચનું છટકું ગોઠવી મહિલા સરપંચને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડી હતી.