વડોદરા શહેર બહારથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન બ્રિજના વડોદરા-સુરત સર્વિસ રોડ ઉપર ટાઈલ્સ ભરીને જઈ રહેલા ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં સવાર 18 વર્ષનો ક્લિનર ભડથું થઈ ગયો હતો. આ બનાવની જાણ દરજીપુરા ફાયરબ્રિગેડને થતાં ફાયર ફાઈટર સાથે જવાનો પહોંચી ગયા હતા. ટેમ્પોમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. ટેમ્પોની આગ બૂઝાયા બાદ કેબિનમાં ભડથું થઈ ગયેલા ક્લિનરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં ડ્રાઈવર સમયસૂચકતા વાપરી કૂદી જતાં આબાદ બચાવ થયો હતો.