વાંસદા તાલુકા પુરવઠા વિભાગના ગોડાઉન માંથી સપ્લાય થતા અનાજના જથ્થા માંથી ખંભાલિયા ગામની સસ્તા અનાજની દુકાનેથી રાશન કાર્ડ ઉપર દર મહિના વિતરણ માટે ફાળવાયેલા ઘઉંના અને ચોખાના જથ્થામાં અનેક અશુદ્ધીઓ મળી આવી છે. ચોખાના કેટલાક બાચકામાં કાકરા સાથે ઘઉં ભળેલા જોવા મળ્યા હતા. અનાજમાં કાંકરા અને કચરુ પણ જોવા મળતા લાભાર્થીઓમાં નારાજગી ફેલાઇ છે