દક્ષિણ ગુજરાતમાં રેલ સેવાઓ પ્રભાવીત થઈ છે. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા દહાણુ પાસે ઓવરહેડ વાયર તૂટી પડતા મુંબઈ તરફ જતી અને અમદાવાદ તરફ જતી ટ્રેનો મોડી ચાલી રહી છે. કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે જેને લઇને અપડાઉન કરતા મુસાફરો અટવાયા છે.12 ટ્રેન 2 કલાક મોડી ચાલી રહી છે.તો ભરૂચ મેમો,સુરત મેમો અને બાંદ્રા ઇન્ટરસિટી રદ કરવામાં આવી છે.