આગામી જાન્યુઆરી-2024 માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે ઉદ્યોગગૃહો સાથે પહેલેથી જ MoU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. તે સંદર્ભે ગાંધીનગર ખાતે ₹ 5115 કરોડના સંભવિત રોકાણ સાથેના વધુ 8 જેટલા MoU સંપન્ન થયા હતા. ફાર્માસ્યુટિકલ, મેડિકલ ડિવાઈસીસ, બાયોલોજીકલ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ઓટો એન્ડ ઓટો કમ્પોનન્ટ્સ, લોજિસ્ટિક્સ પાર્ક, મેન-મેઈડ સ્પિનિંગ યાર્નના ફેબ્રિક ઉત્પાદન સહિતના ક્ષેત્રોમાં થયેલા આ MoU થકી મોટા પાયે રોજગારીનું સર્જન થશે.