ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ગુજરાત સાયન્સ સિટી ખાતે મલ્ટીમીડિયા લેસર ફાઉન્ટેન શોનું ઉદ્ઘાટન કરશે. આ શોનો સમયગાળો 25 મિનિટનો રહેશે. તે રોકેટ લોન્ચિંગ અને સ્પેસ પર થીમ આધારિત છે. સાયન્સ સિટીએ 2003માં મ્યુઝિકલ ફાઉન્ટેન શો શરૂ કર્યો હતો જે 20 મિનિટનો હતો હવે તકનીકી સુધારણા સાથે, મલ્ટીમીડિયા લેસર ફાઉન્ટેન શો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે