બોક્સ ક્રિકેટનો ક્રેઝ છેલ્લા કેટલાય સમયથી વધી રહ્યો છે. ઉપરાંત હાલમાં શહેરના મોટાભાગના બ્રિજ નીચે પાર્કિંગ અથવા ગેરકાયદે દબાણોનો રાફડો ફાટેલો હોય છે. ત્યારે બ્રિજ નીચેની જગ્યાનો સદ્ઉપયોગ કરવાના આશયે મ્યુનિ.એ એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શહેરના પૂર્વ વિસ્તારના 3 સહિત કુલ પાંચ બ્રિજની નીચે બોક્સ ક્રિકેટ અને ઓપન લાઈબ્રેરી જેવી વ્યવસ્થા ઉભી કરાશે. અંદાજીત રૂ.25 કરોડના ખર્ચે આ કામગીરી કરવાનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે