ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને સાથે મુલાકાત કરી હતી. ભૂતાન અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે નમગ્યાલ વાંગચુકની આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. ભુતાનના રાજાને ભારતમાં આવકારતાં આનંદ થાય છે. ભારત-ભૂતાન સંબંધોના વિવિધ પાસાઓ પર ખૂબ જ સકારાત્મક ચર્ચા કરી છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.