વડોદરા મહાનગરપાલિકાની 9 નવેમ્બર ગુરુવારના રોજ સ્થાયી સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં પ્રાથમિક સુવિધા તથા વિવિધ વિકાસના 22 જેટલા કરોડો રૂપિયાના કામો નિર્ણય હેતુ રજૂ થયા છે. દિવાળી પૂર્વે કોન્ટ્રાક્ટરોને જાણે લ્હાણી કરવાની હોય તેમ અંદાજ કરતા અધધ ભાવના ભાવપત્રકો મંજૂરી હેતુ રજૂ થતા વિવાદ સર્જાયો છે. રૂ.37,38,15,393 ઉપરાંતના વિવિધ વિકાસના કામો મંજૂરી હેતુ રજૂ થયા છે. જેમાં લક્કડપીઠાની જગ્યામાં વહીવટી વોર્ડ 16ની કચેરી બનાવવા તથા સોમા તળાવ ચાર રસ્તા ખાતે ભૂગર્ભ સંપ, પંપ હાઉસ સહિતના કામોનો સમાવેશ થાય છે.