સરકારની ગ્રાન્ટ છતાં અને અગાઉ ડીઈઓ કચેરી દ્વારા સમયસર પગાર પંચના બિલ રજૂ કરવાની સૂચના આપવામા આવી હોવા છતાં 176 નિવૃત કર્મચારીના સાતમા પગાર પંચના પાંચમા હપ્તાના બિલ રજૂ કરવામા વિલંબ કરનારી 13 સ્કૂલોને ડીઈઓ દ્વારા શો કોઝ નોટિસ આપવામા આવી છે. આ બેદરકારી બદલ શાળાની 25 ટકા ગ્રાન્ટ કેમ ન કાપવી તે બાબતે એક દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ કરાયો છે.