કાંકરેજ તાલુકાના થરામાં આવેલ ઓમપ્લાઝા શોપિંગ સેન્ટરમાંથી સીડી સાથે દોરડું બાંધેલી હાલતમાં અજાણ્યા શખ્સની લાશ લટકતી જોવા મળતા લોકો ઉમટ્યા હતા આ બાબતની જાણ પોલીસને થતાં થરા પોલીસે લાશની તપાસ હાથ ધરતા આ શખ્સ વાલપુરા ગામના અપરણિત યુવાનની અને પાટણના સમી પોલીસ મથકના એન. ડી. પી. એસ.નો આરોપી હોવાનું સામે આવ્યું હતું.