આણંદ તાલુકાના મોગર ગામની સીમમાં નેશનલ હાઈવે પસાર થાય છે. આ હાઈવેના ઓવરબ્રિજ પર રાત્રીના સમયે એક યુવક બાઈક લઈને પસાર થતો હતો. દરમિયાન યુવકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક ઓવરબ્રિજની સાઈડ વોલ સાથે અથડાયુ હતું અને ચાલક હવામાં ફંગોળાઈને બ્રિજની નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.