રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ASI માંથી PSI ના પ્રમોશનની વાત કરવામાં આવી હતી. ત્યારે દિવાળી પહેલા ગુજરાત પોલીસ બેડામાં ખુશીના સમાચાર મળ્યા છે. સરકારે ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપી છે. એટલે કે આજે 538 ASI ને PSI ની પ્રમોશન આપવામાં આવ્યું છે. ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું છે. હવે આ તમામ 538 બિન હથીયારી ASI અધિકારીઓને PSI પોલીસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે, જેઓ અલગ અલગ જગ્યાએ PSI તરીકે ફરજ બજાવશે