હવેથી વેરિફિકેશન માટે પાસપોર્ટ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂર નહીં પડે, માત્ર અરજદારની નાગરિકતા તેમજ ગુનાહિત ઇતિહાસની જ તપાસ કરવાની રહેશે. સરનામાંની ચકાસણી કે અરજદારની સહીની પણ જરૂર નહીં પડે, કોઈ કિસ્સામાં ખરાઇની જરૂર હશે તો જ પોલીસ અરજદારના ઘરે જશે. કાયદો-વ્યવસ્થાને લઈ પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કર્યો છે.