મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા PPP મોડલથી CNG સ્ટેશન વિકસાવવાના અભિગમ સાથે રાજ્યમાં Full Dealer Owned Dealer Operated – FDODO CNG સ્કીમને મંજૂરી આપી છે. આ યોજનાનો અમલ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવશે તેમજ યોજના માટે પારદર્શક સિલેક્શન પ્રોસેસના આધારે પસંદગી કરવામાં આવશે. મુખ્યમંત્રીના CNG જેવા સ્વચ્છ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપતા આ નિર્ણયથી રાજ્યમાં CNG સ્ટેશન્સનો વ્યાપ વધશે તેમજ CNG વાહન ધારકોને વધુ સરળતાએ CNG બળતણ ઉપલબ્ધ થશે