વર્લ્ડ કપની ફાઈનલમાં વીવીઆઈપી સુરક્ષાની કિલ્લેબંધી તોડીને પીચ સુધી પહોંચી ગયેલા ઓસ્ટ્રેલિયન યુવક વેન જ્હોનસનની ઘટનામાં શરૂ થયેલી તપાસમાં કોન્સ્ટેબલોથી માંડીને ડીસીપી સુધીના 20 પોલીસ કર્મચારી-અધિકારીના નિવેદન લેવાયાં છે અને આજે સાંજ સુધીમાં કમિશનરને રિપોર્ટ સોંપાશે. આ કેસમાં ઓછામાં ઓછા અડધો ડઝન પોલીસ કર્મચારી-અધિકારી સસ્પેન્ડ થઈ શકે છે