ટીઆરબીમાં ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરવાના સરકારના નિર્ણય વિરુદ્ધ તાપી જિલ્લામાં ટીઆરબીમાં ફરજ બજાવતા યુવક યુવતીઓએ તાપી કલેક્ટરને આવેદન આપી બેરોજગારીની વેદના વ્યક્ત કરી હતી. આવેદનપત્રમાં પોતાને છૂટા ના કરવામાં આવે તેવી સરકારને વિનંતી કરાઇ છે. ફરજ પર લેવામાં ના આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચારવામાં આવી છે.